MORBI પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ




MORBI પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ*


આજ રોજ ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓ, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવાના શુભ આશયથી શ્રી પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા ( Omvvim કોલેજ સામે ગ્રાઉન્ડ ) ખાતે ઠંડા પીણાં – સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે 10:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલેલા આ સેવાકાર્યમાં ગ્રુપના યુવાનોએ ઉત્સાહભેર સેવા આપી હતી.આશરે 3000 થી વધુ ઠંડા – પીણાં સરબતના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીથી ત્રસ્ત નાગરિકો, રીક્ષા ચાલકો, બસ મુસાફરો અને મજૂર વર્ગે આ સેવાનો લાભ લીધો અને આયોજકોનો આભાર માન્યો.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ – મોરબીના પ્રમુખ શ્રી કૌશલભાઈ મહેતા અને મહામંત્રી શ્રી વિશ્વાસભાઈ જોશી – શ્રી ધર્મભાઈ રાવલે જણાવેલ કે ” માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.” ગરમી – તડકાંમાં પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે માટે આ બાબતને ધ્યાને રાખી આ આયોજન કરવામાં આવેલ.આ સાથે ભગવાન શ્રી પરશુરામના આદર્શોને ધ્યાનમાં રાખી અમારું ગ્રુપ હંમેશા સમાજ ઉપયોગી કાર્યો કરતું રહેશે.”

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પરશુરામ યુવા ગ્રુપના તમામ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.



