GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:પરશુરામ યુવા ગૃપ-મોરબી દ્વારા આયોજીત શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન
MORBI:પરશુરામ યુવા ગૃપ-મોરબી દ્વારા આયોજીત શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન
શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબી દ્વારા આયોજીત શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને આ વર્ષે પણ શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવના રંગે રગાવાનું અનુરોધ કરવામાં આવે છે.
શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબી પ્રમુખ શ્રી ઉદયભાઈ જોષી મહામંત્રી શ્રી વિશ્વાસભાઈ જોષી, શ્રી હર્ષભાઈ વ્યાસ તેમજ શ્રી વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા બ્રહ્મ સમાજના તમામ પરિવારોને આ ભવ્ય રાસોત્સવની શોભા વધારવા હાર્દિક આમંત્રણ છે તા.06-10-2025, સોમવાર, સમય :- રાત્રે 9:00 કલાકે સ્થળ :- કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી