અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ જનરલ વેપારી એસોસિએશનની વાર્ષિક સભામાં સતત દસ વર્ષથી સર્વાનુમતે ગિરીશભાઈ સોનીની પ્રમુખ પદે વરણી કરાઈ
– ટીંટોઇ નવનિયુક્ત સરપંચ પ્રદીપ પટેલ, ઉપસરપંચ તેમજ ટીંટોઇ પીઆઇ અમિત. આઈ. ચાવડાનું વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા ફૂલછડી અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં ટીંટોઇ બજાર એસોસિએશનની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી. જનરલ સભામાં ગ્રામ પંચાયતના નવનિયુક્ત યુવાન સરપંચ પ્રદીપભાઈ પટેલ તથા ઉપસરપંચ નાનજીભાઈ વણકરને આમંત્રિત કરી બજાર એસોસિયેશનના પ્રમુખ દ્વારા ફૂલછડી અને શાલ ઓઢાડી સ્વાગત કરાયુ હતું. ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ અમિત. આઈ. ચાવડાનું પણ આ પ્રસંગે ફૂલછડી તથા સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જનરલ સભામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક વેપારીઓ દ્વારા દીવ તથા સોમનાથ બે દિવસીય પ્રવાસનું આયોજન કરાયુ હતું. ખજાનચી, મંત્રી દ્વારા મંચ પરથી એસોસિએશનના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. ટીંટોઇ વેપારી એસોસિએશનની નવીન કારોબારીની રચના કરાઈ હતી જેમાં છેલ્લા દસ વર્ષથી સર્વાનુમતે બિન હરીફ પ્રમુખ તરીકે ગિરિશભાઈ સોનીને નિયુક્ત કરાયા હતા તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભાટીયા અને મંત્રી કેતનભાઇ પંચાલની નિમણૂક કરાઈ હતી. વાર્ષિક જનરલ સભામાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી સાથે ભોજન લઈ પ્રમુખશ્રી ગિરિશભાઈ સોની તેમજ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.