MORBI:પી.એમ. ઇન્ટર્નશિપ યોજનાનો મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ
MORBI:પી.એમ. ઇન્ટર્નશિપ યોજનાનો મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પી.એમ. ઇન્ટર્નશિપ યોજના હેઠળ દેશની ટોચની કંપનીઓમાં યુવાનોને એક વર્ષની ઇન્ટર્નશિપ તકો પૂરી પાડવા માટે આ ઇન્ટર્નશિપ યોજનામાં જોડાવવા ઈચ્છુક યુવક-યુવતીઓને જણાવવામાં આવે છે કે, આ ઇન્ટર્નશિપ યોજના હેઠળ એક વર્ષના સમયગાળા માટે માસીક રૂ.૫,૦૦૦/- નું સ્ટાઇપેન્ડ અને રૂ.૬,૦૦૦/-ની વન-ટાઇમ નાણાંકીય સહાય પણ સરકાર તરફથી ચુકવવામાં આવશે. આ યોજનામાં ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, B.A., B.Sc., B.Com., ITI, B.A.C., B.B.A., તથા ડીપ્લોમાં થયેલ લાભાર્થીઓ જોડાઈ શકે છે. ઇન્ટર્નશિપ યોજનામાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોની પાત્રતા, ઉમેદવારની વય મર્યાદા ૨૧ થી ૨૪ વર્ષની હોવી જોઈએ. ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક રૂ.૮લાખ થી ઓછી હોવી જોઈએ, ઉમેદવારના પરિવારના અન્ય સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ અરજી સાથે જોડવાના જરૂરી આધારો, આધારકાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, તાજેતરના પાસપોર્ટ ફોટોગ્રાફ -૨, બેંક પાસબુક, તથા આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ સાથે રાખવો જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોએ જરૂરી આધાર-પુરાવા સાથે ઉક્ત સ્થળે કચેરીના કામકાજના દિવસો દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો, સ્થળ – મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારાકુવા શેરી, જુના બસસ્ટેન્ડ પાસે, સરદાર રોડ. ફોન નંબર ૦૨૮૨૨ -૨૨૦૨૩૫ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.