MORBIMORBI CITY / TALUKO

MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી ના જન્મદિને મોરબીમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો મંગલ પ્રારંભ:

MORBI:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિને મોરબીમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિર નો ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં મંગલ પ્રારંભ:

 

 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ માટે ખાસ આયોજિત 30 દિવસીય યોગ શિબિર આજરોજ 17 સપ્ટેમ્બર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી જેન્તીભાઇ પડસુંબિયા, મોરબી ગાયત્રી પરિવારના શ્રી મણીભાઈ ગડારા અને ઝોન 8 કોર્ડીનેટરશ્રી વાલજીભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, શનાળા રોડ, મોરબી ખાતે દીપ પ્રાગટ્ય અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને સર્વે દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી શુભ શરૂઆત કરાવવામાં આવી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય દ્વારા સૂચવાયેલા “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” ના ભાગરૂપે યોગસેવકશ્રી શીશપાલ રાજપૂત, ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભરમાં દરેક જિલ્લામાં કુલ 75 મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનું માટેનું આયોજન કરાયેલ છે.

જેમાં મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજરોજ આ ખાસ મેદસ્વિતા માંથી મુક્તિ અપાવતી 30 દિવસ માટેની ખાસ યોગ શિબિરની મંગલ શરૂઆત થયેલ છે.

મેદસ્વિતા-ઓબેસિટી જેમાં વ્યકિતની ઊંચાઈ મુજબ વધારે વજન અને ચરબીના હોવાના કારણે થતા વિવિધ રોગો થી બચવા યોગ, આહાર અને વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન સમાવતી આ ખાસ યોગ શિબિર ખૂબ સારું પરિણામ લાવશે તેવો આશાવાદ ધારાસભ્યશ્રી દ્વારા વ્યકત કરાયેલ અને લોકોને યોગ સાથે હંમેશા જોડાય રહેવા આમંત્રિત મહેમાનો દ્વારા આહવાન અપાયેલ.

આ ખાસ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરમાં તા.20 સપ્ટેમ્બર સુધી જોડાઈ શકાશે, તેવું યોગ શિબિર સંચાલકશ્રી જીગ્નેશભાઈ પંડિત (મો.8980020953) અને જિલ્લા કોર્ડીનેટરશ્રી દેવાંશ્રીબેન પરમાર (મો.9033643781) દ્વારા જણાવેલ અને વધુમાં વધુ લોકો આ મેદસ્વિતા મુક્તિ ખાસ યોગ શિબીરમાં જોડાય તે માટેની અપીલ શ્રી વંદનાબેન રાજાણી, ઝોન કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરાયેલ છે.

Back to top button
error: Content is protected !!