સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનરે શહેરી વિસ્તારમાં ચાલતી રોડ રસ્તા મરામતની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
શહેરીજનોને મહાનગર પાલિકાના ટોલ ફ્રી નંબર 02752-284406 પર પોતાની ફરિયાદ નોંધાવવા કમિશનરનો અનુરોધ

તા.15/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શહેરીજનોને મહાનગર પાલિકાના ટોલ ફ્રી નંબર 02752-284406 પર પોતાની ફરિયાદ નોંધાવવા કમિશનરનો અનુરોધ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે મધ્યરાત્રીએ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતી રોડ-રસ્તા મરામતની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું મ્યુ. કમિશનરએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદના વિરામ બાદ શહેરના તમામ ઝોનમાં ટેક્નિકલ ટીમ, મેન પાવર, મશીનરી સહિતની ટીમો રાત-દિવસ રોડ-રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાઈ છે મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ જેસીબી, ૭ ડમ્પર, ૨ સક્કર મશીન, ૩ જેટીંગ મશીન સહિતની મશીનરીનો ઉપયોગ કરીને શહેરમાં વરસાદી પાણીનો નિકાલ, ડ્રેનેજ ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ, રોડ-રસ્તાના રિ-સરફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે વધુમાં કમિશનરે કહ્યું હતું કે, ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તા મરામત સહિતના કામો અવિરત પણે કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત
શહેરીજનોને મહાનગર પાલિકાના ટોલ ફ્રી નંબર 02752-284406 પર પણ પોતાની કોઈ પણ ફરિયાદ નોંધાવી શકે છે આ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જૂન ચાવડા, એન્જીનિયર ઉપસ્થિત રહ્યા હતા.





