GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: નાની વાવડીના પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચ વર્ક કરવા રજૂઆત

MORBI: નાની વાવડીના પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચ વર્ક કરવા રજૂઆત

 

 


નાની વાવડીના પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચ વર્ક કરવા માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરીયાએ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડીના પાટીયાથી ગૌર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધી ચોમાસા દરમ્યાન અતિ ભારે વરસાદ પડવાથી ડામરપટ્રી રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. જે રોડ ઉપર ગામડેથી ધંધા અર્થે મોરબી જતાં હજારો યુવાનો તેમજ આમ પ્રજાને ભાડે હાલાકી ભોગવવી પડે છે. આ બિસ્માર રસ્તાના કારણે અકસ્માત થવાની પણ દહેસત છે. જેથી નાની વાવડીના પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા સુધીની ડામરપટ્ટી ઉપર તાત્કાલીક ધોરણે પેચ વર્ક કરી આપવામાં આવે માંગ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!