MORBI:પ્રજાના પ્રશ્નોનો પ્રભાવ વાત્સલ્યમ્ સમાચારના અહેવાલ બાદ 24 કલાકમાં મોરબી-રાજકોટ ‘ડિસ્કો રોડ’ના સમારકામની કામગીરી શરૂ
MORBI:પ્રજાના પ્રશ્નોનો પ્રભાવ વાત્સલ્યમ્ સમાચારના અહેવાલ બાદ 24 કલાકમાં મોરબી-રાજકોટ ‘ડિસ્કો રોડ’ના સમારકામની કામગીરી શરૂ
ખરી પ્રજાલક્ષી પત્રકારિતાનો વધુ એક પુરાવો; વાહનચાલકોમાં ખુશીની લાગણી, તંત્રની ત્વરિત કાર્યવાહીનું સ્વાગત
મોરબી: પ્રજાના પ્રશ્નોને વાચા આપવી, સમસ્યાઓને તંત્ર સુધી પહોંચાડવી અને તેના ઉકેલ માટે સકારાત્મક દિશામાં પ્રેરણા આપવી એ સાચી પત્રકારિતાનું મૂળ ધ્યેય છે. આ ધ્યેયને સાર્થક કરતાં વાત્સલ્યમૃ ન્યૂઝ દ્વારા તા. 25 જુલાઈ, 2026ના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર મસમોટા ખાડાઓને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે પ્રજાલક્ષી અહેવાલ વાત્સલ્યમ્ સમાચાર વેબ પોર્ટલમાં પ્રાધાન્યથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અહેવાલ માં હાઇવેની બિસ્માર હાલતને ‘ડિસ્કો રોડ’ તરીકે વર્ણવી વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ, અકસ્માતનો ભય અને તંત્રની ઉદાસીનતા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ અહેવાલ પ્રકાશિત થયાના માત્ર 24 કલાકમાં જ સંબંધિત તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા પ્રજામાં હર્ષની લાગણી જોવા મળી છે.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નિષ્પક્ષ, જવાબદાર અને પ્રજાલક્ષી પત્રકારિતા માત્ર સમાચાર આપતી નથી, પરંતુ સમાજ અને શાસન વચ્ચે સેતુ બની જનહિતના પ્રશ્નોના ઉકેલમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રજાની વેદના અને સમસ્યાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવે તો તંત્ર પણ સમયસર કાર્યવાહી કરવા પ્રેરાય છે.વાત્સલ્યમ્ સમાચાર હંમેશાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમયસર, તથ્યપૂર્ણ અને રાષ્ટ્રહિત સાથે જોડાયેલી પત્રકારિતાને વેગ આપતું રહ્યું છે. જ્યાં જરૂરી હોય ત્યાં તંત્રનું ધ્યાન દોરવું અને જ્યાં સારું કાર્ય થાય ત્યાં નિષ્પક્ષપણે તેની પ્રશંસા કરવી એ પણ સાચી પત્રકારિતાનો અભિગમ છે.
મોરબી-રાજકોટ હાઇવેના સમારકામની કામગીરી શરૂ થતાં વાહનચાલકો અને વાચકવર્ગે વાત્સલ્યમ્ સમાચાર ને ખરી પ્રજાલક્ષી પત્રકારિતા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે તંત્ર ભવિષ્યમાં પણ આવી જ સંવેદનશીલતા સાથે પ્રજાના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવશે.
પ્રજાનો અવાજ બનવું, જનહિતના પ્રશ્નોને પ્રાધાન્ય આપવું અને સારા કાર્યને પણ બિરદાવવું—એ જ સાચી અને જવાબદાર પત્રકારિતાની ઓળખ છે. જય હિંદ.








