MORBI:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા GST ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરવામાં આવી

MORBI:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા GST ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરવામાં આવી
ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ઘટાડા માટે રજૂ કરવામાં આવેલ મુખ્ય કારણો:-
મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં ૯૦૦ થી વધારે યુનિટો આવેલા છે *જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકો ને રોજગારી પુરી પાડવામાં સહાયક બની રહ્યા છે.
ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા ૪૦ થી ૬૦ % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સ નો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર ૭૦,૦૦૦ કરોડ થી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર ૧૫,૦૦૦ કરોડ થી વધારે છે જે ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.
ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે અને તેમના સપનાના ઘર માટે *ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાત છે.
ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી મકાન નું કોસ્ટિંગ ૭-૮ % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂપ છે.
મોરબીના ઉદ્યોગો MSME કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે. જીએસટી માં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે
પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે









