
ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા જરુરી આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ગિરનાર લીલી પરિક્રમામાં રાજપીપળાથી આવેલા યાત્રિકોએ પણ પ્લાસ્ટિકની બેગની અવેજીમાં આપવામાં આવતી ઇકો ફ્રેન્ડલી બેગની વ્યવસ્થાની સરાહના કરી હતી. રાજપીપળાથી પોતાના મિત્ર વર્તુળ સાથે આવેલા શ્રી ધવલભાઈ રામી જણાવે છે કે, પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તે માટે તંત્ર દ્વારા જરુરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તે સાથે યાત્રિકોને ઇકો ફ્રેન્ડલી બેગ પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, લીલી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તે માટે બધા તકેદારી રાખીએ તકેદારી રાખવી જરુરી છે. વન વન્યજીવો ના હિત ન જોખમાય તે માટે પ્રદૂષણ મુક્ત વન રહે તે પણ આવશ્યક છે. આ માટે વન તંત્રના પ્રયાસો સરાહનીય છે. તેમની સાથે આવેલા ભાવિનભાઈ જણાવે છે કે, વન વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં લોકોએ સહયોગ કરવો જોઈએ અને ઇકો ફ્રેન્ડલી બેગનો પણ ઉપયોગ કરવો જોઈએ.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





