ધ્રાંગધ્રામાં ઝાલારોડ પર એકટીવાની ડેકીમાંથી અજાણ્યો શખ્સ ચાર લાખ રૂપિયા લઈ રફુચક્કર

તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા બેંક. ઓફ. બરોડા માંથી ચાર લાખ રૂપિયા પાક ધિરાણના ઉપાડીને ઝાલારોડ પર આવેલી મોઢવાડિયાની વાડી પાસે ન્યુ ઉમિયા જનરલ સ્ટોર પાસે એકટીવા મેકીને જતા એકટીવાની ડેકીમાં રહેલા રૂપિયા 4,08,000 અજાણ્યો શખ્સ રૂપિયા ભરેલી થેલી નજર ચુકવીને લઈને ફરાર થઈ ગયો હતો જેમા સીટી પોલીસમાં અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ધ્રાંગધ્રા શહેરમા જાણે પોલીસનો કોઈને ડર જ નથી તે રીતે શહેરમાં બે રોકટોક દારૂ જુગાર ચોરી જેવા ગંભીર બનાવો બની રહ્યા છે તથા બેન્કમાંથી લોકો પૈસા ઉપાડીને નીકળે ત્યારે અવાર નવાર પૈસા લઈને ભાગી જવાના બનાવો બન્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે રહેતા દયારામ ભાઈ છગનભાઈ પટેલ ધ્રાંગધ્રા ઝાલારોડ પર આવેલી બેન્ક ઓફ બરોડા માંથી 4,08,000 ચાર લાખ આઠ હજાર રૂપિયા પાક ધિરાણ ઉપાડીને કાપડની થેલીમાં નાખીને એકટીવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા ત્યારે શખ્સ દ્વારા આધેડનો પીછો કરવામાં આવ્યો હતો જેમાં ઝાલા રોડ પર આવેલી મોઢવાડિયાની વાડી પાસે ન્યુ ઉમિયા જનરલ સ્ટોર પાસે એકટીવા મેકીને જતા એકટીવાની ડેકીમાં રહેલ રૂપિયા 4,08,000 ચાર લાખ આઠ હજાર રૂપિયા ભરેલી થેલી અજાણ્યો શખ્સ દ્વારા નજર ચૂકવીને લઈને ભાગી ગયો હતો જેમાં થેલીની તપાસ કરતા એકટીવામાં કરાતા થેલી નહી મળતા આસપાસ તપાસ કરતા પણ નહી મળતા ધ્રાંગધ્રા સીટી પોલીસમા અજાણ્યો ઈસમ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઝાલા રોડ પર આવેલી દુકાનોના સીસી ટીવી ના આધારે પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.




