JAMNAGARKALAVAD

નકલી પોલીસનો ભેદ ઉકેલતી કાલાવડ પોલીસ

26 ઓગસ્ટ 2023
હર્ષલ ખંધેડિયા જામનગર
જામનગર જિલ્લા કાલાવડ તાલુકાના સરવણીયા ગામના ખેડૂત પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવી લેવાના પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓને દબોચી લેવામાં કાલાવડ ટાઉન પોલીસને સફળતાં મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો પાંચ શખ્સોની અટકાયત કરી છે.કાલાવડ તાલુકાના સરવણીયા ગામેં નકલી પોલીસે એક ખેડૂતને દારૂના કેસમાં ફીટ કરી દેવાની દાટી માર્યા બાદ દોઢ લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી.આ કેસની કાલાવડ પોલીસે મથકે નોંધાયેલી વિગત એવી છે કે કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલ હસમુખભાઈ બાબુભાઈ પાસુરિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર ગત તા. 18ના રોજ આ ખેડૂતને સરવણીયા ગામની સીમમાં પોતાના જ ગામના એક ગેરેજ સંચાલકે મળવા માટે બોલાવ્યો હતો. જેથી ખેડૂત ત્યાં ગયા હતા. આ વેળાએ ખેડૂત કાંઈ સમજે તે પહેલા આ શખ્સે બળજબરીપૂર્વક હાથમાં દારૂની બોટલ પકડાવી વીડિયો ફોટા પડાવી લીધા હતાં. આ જ સમયે ત્યાં નકલી પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.જેને એલસીબીના કર્મચારી હોવાનું કહી રોફ જમાવ્યો હતો અને દારૂના કેસ નહિ કરવા મોટી રકમ આપવી પડશે નહિ તો ખોટા કેસમાં ફિટ કરી દઈશું તેવી ધમકી આપી હતી. ખેડૂત ડઘાઈ ગયા હતાં અને બદનામીના ડરથી ખેડૂતે પોતાના ઘરેથી 1 લાખ અને અન્ય વ્યક્તિ પાસેથી પચાસ હજાર નો મેળ કરીને નકલી પોલીસ ટોળકીને આપી દીધા હતા. બાદમાં ખેડુતે એસપીને રજુઆત કરી હતી અને રૂપિયા દોઢ લાખ પડાવી લીધાનું જણાવ્યું હતું. જેને પગલે કાલાવડ ટાઉનના પીઆઇ વી. એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ323,504,506- 2 170,419,12 બી મુજબ ગુનો નોંધ્યો હતો, અને તપાસનો દોર શરૂ કરાયો છે. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી ગૌતમ ઉર્ફ કાળો શૈલેષભાઈ હરજીભાઈ પાનસુરીયા, ઉપરાંત નકલી પોલીસ બનનારા મુરીલાના નવીન મૂળજીભાઈ મકવાણા અને જયેશ દિનેશભાઈ મકવાણા, ઉપરાંત આ કાર્યમાં મદદગારી કરનારા સરવણિયા ગામના ભરતભાઈ ચત્રભુજ અને લાલજીભાઈ વિસાભાઇ ઝાપડા ની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.આ પાંચેય આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ પાંચ હજારની રોકડ રકમ, 3 મોટરસાયકલ, અને પાંચ મોબાઈલ ફોન સહિત 1,90,000 રૂપિયાની માલમતા કબજે કરી લીધી છે.પાંચેય આરોપીઓએ ફરીયાદી ખેડૂત યુવાન કે જેને ખેતીની વેચાણ મોટી રકમ આવી હોવાથી તે રકમ પડાવી લેવાના બહાને નકલી પોલીસ નું કાવતરું ઘડી કાઢી દારૂ ના ખોટા કેસમાં ફીટ કરી દેવા માટે નું તરકટ રચ્યું હતું, અને પૈસા પડાવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!