GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તસ્કરો ટ્રેક્ટર હંકારી ગયા 

MORBI મોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તસ્કરો ટ્રેક્ટર હંકારી ગયા

 

 

મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રણછોડભાઈ ભાણાભાઈ પાંચીયા ઉવ.૪૨ નામના ખેડૂત ગઈ તા.૦૮/૧૧ના રોજ પોતાના ખેતરે પોતાના નામે રજીસ્ટર મહિન્દ્રા સ્વરાજ કંપનીનું ૭૩૩એફઈ મોડલનું જેના રજી.નં. જીજે-૩૬-એએફ-૯૯૧૩ વાળું ટ્રેક્ટર લઈને નિરણ ભરવા ગયા હોય જ્યાંથી પરત આવતી વેળા ટ્રેક્ટરની લાઈટ બંધ હોય ત્યારે પાવડીયાળી કેનાલ નજીક મેલડી હોટલની બાજુમાં ગેરેજમાં ટ્રેક્ટરની લાઈટ રીપેરીંગ કરવા ગયા હતા, જ્યાં ગેરેજવાળો હાજર ન હોય જેથી રણછોડભાઈ પોતાનું ટ્રેક્ટર મેલડી હોટલ સામે ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરીને જતા રહ્યા હતા.જે બાદ બીજે દિવસે સવારના તા.૯/૧૧ના રોજ રણછોડભાઈ પોતાનું ટ્રેક્ટર લેવા ઉપરોક્ત હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાં આવતા જ્યાં પાર્ક કરેલ ટ્રેક્ટર જોવામાં આવ્યું ન હોય જેથી આજુબાજુમાં ટ્રેક્ટર અંગે તપાસ કરતા તે ક્યાંય મળી આવેલ ન હોય જેથી નિયમોનુસાર પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત ટ્રેક્ટરની ચોરી કરનાર વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચોરી અંગે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!