MORBI:મોરબીમાં અગાઉ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી
MORBI :મોરબીમાં અગાઉ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા લાયન્સનગર પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા સામાજિક કાર્યકર મોહનભાઈ નરસિંહભાઇ સોલંકી (ઉ.વ.૬૧) એ આરોપી દિનેશભાઇ બાબુભાઈ રહે. નઝરબાગ ભડીયાદ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે બાપા સીતારામની મુર્તી પાસે ફરીયાદીને અગાઉ આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતોનો અંગત ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.