GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં યુવતીને પ્રેમીએ છરી બતાવી આપી જાનથી મારી નાંખવાની ધમકી
MORBI:મોરબીમાં યુવતીને પ્રેમીએ છરી બતાવી આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબી વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને યુવતી આરોપી સાથે વાતચીત કરતી ના હોય જેથી આરોપીએ યુવતીને ગાળો બોલી છરી દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેર વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી તૌફીક ગુલામહુશેન સુમરા રહે. મોરબી વીશીપરા વાળા વિરુદ્ધ સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ની સાથે આરોપીને અગાઉ પ્રેમસબંધ હોય અને ફરીયાદી આરોપી સાથે વાતચીત કરતા ન હોય અને બોલાવતા ન હોય જેથી આરોપીએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી દેખાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.