MORBI મોરબીના ઘુંટુ ગામ પાસે કારખાનામાંથી વેપારીનુ અપહરણ કરી ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસે હૈયાન માર્કેટિંગ નામનું ટાઇલ્સ કટીંગના કારખાને ત્રણ શખ્સો ક્રેટા કાર લઇ આવી વેપારી યુવકને ધોકા વડે માર મારી તેમજ સાથી પિયુષભાઈને લાફો મારી આરોપીઓએ યુવકનું અપરણ કરી યુવકના ઘરે લઈ જઈ યુવકની મમ્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે કાનાબાપાના પ્લોટમાં રહેતા અને વેપાર કરતાં બિન્ટુભાઈ રજનીકાંતભાઈ ગામી (ઉ.વ.,૨૬) એ આરોપી શૈલેષભાઈ જસમતભાઈ, અજયભાઈ, અનિલભાઈ રહેતરાણે મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ટાઈલ્સ કંટીગના કારખાને હતા ત્યારે આરોપીઓ ક્રેટા કાર રજીસ્ટર GJ-36-AC-7822 વાળી લઈ આવી ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારી જમણા હાથમાં કાંડાના ભાગે ફેકચર જેવી તેમજ શરીરે મૂઢ ઈજા કરી સાથી પિયુષભઈ બરાસરાને આરોપીએ લાફો મારી આરોપીઓએ ફરિયાદીને ભુંડી ગાળો બોલી ક્રેટા કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઈ જઈ બાદ ફરિયાદીના ઘરે લઈ જઈ ફરિયાદીના મમ્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૧૪૦(૩),૧૧૫(૧),૧૧૭(૨),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









