GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI ​મોરબી કંડલા બાયપાસ પરથી બે શખ્સો‌ બિયરના ટીન સાથે ઝડપાયા

 

 

MORBI ​મોરબી કંડલા બાયપાસ પરથી બે શખ્સો‌ બિયરના ટીન સાથે ઝડપાયા

 

​મોરબી: શહેરના એ ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કંડલા બાયપાસ પર દલવાડી સર્કલ નજીકથી વિદેશી બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બિયર, એક્ટિવા અને મોબાઈલ મળી કુલ રૂ. ૫૭,૬૮૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



​મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીના આધારે દલવાડી સર્કલ પાસેથી એક એક્ટિવા મોટરસાયકલ (નંબર: જીજે-૩૬-એમ-૨૧૦૨) ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલ ૪૮ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
​ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ ​પોલીસે સ્થળ પરથી નીચે મુજબના શખ્સોની ધરપકડ કરી છે:​દિલિપભાઈ મગનભાઈ ધોળકિયા (રહે. શક્ત શનાળા, મોરબી)
​મનોજભાઈ ધનજીભાઈ ધોળકિયા (રહે. શક્ત શનાળા, મોરબી) જપ્ત કરાયેલ મુદામાલ બિયર ટીન (નંગ-૪૮): કિંમત રૂ. ૭,૬૮૦ ​એક્ટિવા તથા અન્ય ચીજવસ્તુઓ: કુલ મળીને રૂ. ૫૭,૬૮૦નો મુદ્દામાલ.​તપાસમાં ત્રીજા શખ્સનું નામ ખુલ્યું
​ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ગુનામાં અન્ય એક શખ્સ નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા (રહે. શનાળા બાયપાસ, મનુભાઈ પાર્ક, મોરબી) નું નામ પણ સામે આવ્યું છે.​પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!