GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક નો સર્વિસ રોડ ને ત્વરિત રીપેર કરવાની માંગ

 

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક નો સર્વિસ રોડ ને ત્વરિત રીપેર કરવાની માંગ.

 

 


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ ટેક્સ થી માત્ર 1કિમી જેવા નજીવા અંતર નર્સરી પાટીએ જવાના પર સર્વિસ રોડ ની હાલત અંત્યંત દયનીય પરિસ્થિતિ માં છે… સર્વિસ રોડ ઉપર પડેલા મસ મોટા પડેલા ખાડા ના લીધે સમય ઇંધણ બને નો વ્યય તો થાય જ છે સાથો સાથ અકસ્માત થવાનો પણ ભય રહે છે વાંકાનેર કે આજુ બાજુ ના કોઈ પણ ગામ માં જવા માંગતા લોકો માટે હવે આ સર્વિસ રોડ ઉપર ના ખાડા માથા ના દુઃખાવા સમાન છે. આટલી ખરાબ પરિસ્થિતિ માં સર્વિસ રોડ હોય અને માત્ર 1 કિમી જેટલા નજીવા અંતર માં ટોલ પ્લાઝા હોવા છતાં જો જનતા ને આ મુશ્કેલી ભોગવી પડે છે તો આ સર્વિસ રોડ ઉપર ના ખાડા ને ત્વરિત રીપેર કરવામાં આવે અને સાથે સાથે બાજુ માં રહેલ પાણી નિકાલ ની ટ્રેન્ચ ને પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે….

Back to top button
error: Content is protected !!