MORBi’આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર કર્યા આકરા પ્રહાર.
MORBi’આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર કર્યા આકરા પ્રહાર.
મને શંકા છે કે આરોગ્ય મંત્રી આઉટસોર્સિંગ એજન્સીઓ પાસેથી હપ્તા લે છે: ઈસુદાન ગઢવી
જો આરોગ્ય મંત્રી અને કર્મચારીઓ હપ્તા ન લેતા હોય તો આઉટસોર્સિંગના કર્મચારીઓને પૂરો પગાર અપાવે: ઈસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં આઉટસોર્સિંગની કંપનીઓ કર્મચારીઓનું શોષણ કરે છે: ઈસુદાન ગઢવી
જો આઉટસોર્સિંગના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો આમ આદમી પાર્ટી 1,00,000 કર્મચારીઓને સાથે રાખીને ગાંધીનગરનો ઘેરાવ કરશે: ઈસુદાન ગઢવી
*અમદાવાદ/મોરબી/ગુજરાત*
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોરબી ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારી મોરબીની મુલાકાત દરમિયાન અમારી ટીમે મને જાણ કરી કે અહીંના સફાઈકર્મી બહેનો અને સિક્યુરિટીમાં જે આઉટસોર્સિંગ દ્વારા કામ કરતા બહેનો છે, એમનું એજન્સીઓ દ્વારા આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે. હું પત્રકાર હતો ત્યારે પણ મેં આવી એજન્સીઓનો પર્દાફાશ કર્યો હતો. આઉટસોર્સિંગના કર્મચારીઓને એજન્સીઓ દ્વારા જોઈનિંગ લેટર પણ આપવામાં આવતા નથી અને તેમના હકો પણ જણાવવામાં આવતા નથી. આ કર્મચારીઓને વીમો મળવો જોઈએ કે નહીં કેટલું પીએફ કપાય છે, આવી કોઈપણ આર્થિક જાણકારી આપવામાં આવતી નથી.
હું આરોગ્ય મંત્રીને પણ કહેવા માંગીશ કે તમે આ એજન્સીઓ પાસેથી હપ્તા લેતા હોવ એવું લાગે છે. જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હપ્તા ન લેતા હોય તો આ કર્મચારીઓને પૂરતો પગાર મળવો જોઈએ. આ ફક્ત મોરબીનો સવાલ નથી, પરંતુ તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગના સફાઈ કર્મચારીઓ હોય કે સિક્યુરિટી હોય કે નર્સિંગ સ્ટાફ હોય આ તમામમાં પગારમાં ગોલમાલ થઈ રહી છે. નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દર વર્ષે આ કર્મચારીઓનું શોષણ કરીને કરોડો રૂપિયાનો કૌભાંડ કરે છે. હું આરોગ્ય મંત્રી સમક્ષ માંગ કરું છું કે આ એજન્સીઓની નાણાકીય તપાસ કરાવે. નહિતર આવનારા સમયમાં તમામ જિલ્લાઓમાં કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓને સાથે રાખીને એક લાખથી વધુ લોકો મળીને ગાંધીનગરનું ઘેરાવ કરીશું. મોટી જવાબદારી સુપ્રિટેન્ડન્ટની પણ હોય છે, ભલે કર્મચારીઓ આઉટસોર્સિંગના હોય પરંતુ તમારે તમામ કર્મચારીઓના હિતોની રક્ષા કરવી પડે.