GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:જામનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી મોરબીના ભક્તિનગર સર્કલથી ઝડપાયો

MORBI:જામનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી મોરબીના ભક્તિનગર સર્કલથી ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉં.વ. ૨૨) ને પોલીસે ભક્તિનગર સર્કલ પાસેથી દબોચી લીધો છે.
મોરબી એ-ડિવિઝન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી મોરબીના શકત શનાળા લાયન્સનગર વિસ્તારનો રહેવાસી છે. તેની સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ ૬૫-એઈ, ૮૧ અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધાયેલ હતો. હાલ મોરબી પોલીસે તેની અટકાયત કરી જોડિયા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.









