હાલોલ ગોધરા રોડ પર બંધ દૂકાનમાંથી સાત લાખનો દારૂનો જથ્થો જપ્ત,એલસીબી અને હાલોલ ટાઉન પોલીસની સંયૂક્ત કાર્યવાહી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૮.૨૦૨૪
પંચમહાલ જિલ્લા એલ.સી.બી તેમજ હાલોલ ટાઉન પોલીસે સંયુક્ત રીતે બાતમીના આધારે હાલોલના ગોધરા રોડ સ્થિત લક્કી સ્ટુડીઓ ની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સની એક બંધ દુકાન માંથી રૂપિયા 7 લાખનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતા દારૂનો વેપલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.એકજ સ્થળે મોટી માત્રાના દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ તેમજ હાલોલ ટાઉન પોલીસ ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને પાક્કી બાતમી મળી હતી કે હાલોલ ના ગોધરા રોડ સ્થિત લક્કી સ્ટુડીઓની બાજુમાં આવેલ આદિત્ય કોમ્પ્લેક્ષ ની દુકાન નંબર 3 માં નરેશ બાદામીલાલ ભગોરા ( રાજસ્થાની ) એ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો મૂકી રાખી દારૂ નો વેપલો કરતો હોવાની બાતમી ને લઇ પોલીસે બાતમી વાળી દુકાને છાપો મારતા દુકાન બંધ હોવાથી પોલીસે પંચોની હાજરીમાં દુકાન ના તાળા તોડી તપાસ કરતા રૂપિયા 7 લાખનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે નરેશ બાદામીલાલ ભગોરા ( રાજસ્થાની ) સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.






