MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અલર્ટ: મચ્છુ-૩ ડેમના ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલાશે, ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડાશે

 

MORBI:મોરબી અલર્ટ: મચ્છુ-૩ ડેમના ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલાશે, ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડાશે

મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ-૩ સિંચાઇ યોજનામાં ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમ રૂલ લેવલ મુજબ પૂર્ણ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી મચ્છુ નદીમાં છોડવાની ત્વરિત જરૂરિયાત ઊભી થઈ છે.

તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સાંજે ૫:૦૦ વાગ્યે ડેમના દરવાજા ખોલવામાં વધારો કરીને ૧૩ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલવામાં આવશે, જેમાંથી આશરે ૧,૦૮,૮૧૦ ક્યુસેક જેટલો ભારે પાણીનો પ્રવાહ મચ્છુ નદીમાં છોડવામાં આવશે.

પાણીના આ મોટા જથ્થાને પગલે મોરબી અને માળિયા (મીં.) તાલુકાના નીચાણવાળા વિસ્તારો અને ગામોને તંત્ર દ્વારા હાઈ અલર્ટ (તકેદારી) પર મૂકવામાં આવ્યા છે.

તકેદારીના પગલાં હેઠળ આવતા ગામોની યાદી:

૧. મોરબી તાલુકાના ગામો:ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા ,નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ ,જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા

૨. માળિયા (મીં.) તાલુકાના ગામો:દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા ,માળિયા (મીં.), હરીપર, ફતેપર ,તંત્રની અપીલ અને સૂચના:સિંચાઈ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા તમામ ગામોના લોકોને:

નદીના પટમાં અવર-જવર ન કરવા અને ઢોર-ઢાંખરને નદી કિનારેથી દૂર રાખવા કડક સૂચના આપવામાં આવી છે.નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!