MORBI:મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા.કડવા પટેલ સમાજ શરદ પૂર્ણિમા મહોત્સવમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા.કડવા પટેલ સમાજ શરદ પૂર્ણિમા મહોત્સવમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જીલ્લાના ૫૨ ગામોના કડવા પાટીદાર સમાજના લોકોએ ભાગ લીધો હતો જે પ્રસંગે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે તા. ૧૬ ને બુધવારે શરદ પૂર્ણિમા મહોત્સવ સાથે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં આયુષ હોસ્પીટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે દર્દીઓને વિનામૂલ્યે તપસ્યા હતા જે કેમ્પમાં એક્સરે, ECG, બ્લડ પ્રેશર તપાસ, R.B.S. ડાયાબીટીસ તપાસ, હૃદયના ધબકારા અને તમામ પ્રકારના વાયરલ રોગોનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું સાથે જ વધુ તપાસની જરૂરિયાત હોય તેવા દર્દીઓને આયુષ હોસ્પીટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર પાસે વિનામૂલ્યે કન્સલ્ટેશન કરી આપવામાં આવશે કેમ્પનો ૨૬૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો