MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

 

 

 

મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે જી થી કોલેજ સુધી ના 170 વિધાર્થીઓ ને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજ ના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ ડોકટરો સહિત વિધાર્થીઓ સહિત 200 ના સન્માન કર્યા હતા આ સમારોહ માં મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો બાળકો ને મોબાઈલ ની ટેવ બંધ કરાવી દો યુવાનો વ્યસન છોડો ને સમાજ માં એકતા જાળવી સંગઠીત બની સમાજ ની પ્રગતિ કરવા આગળ આવો.


આ સમારોહ માં મોરબી તાલુકા માં બેસ્ટ શિક્ષકો ને એવોર્ડ વિજેતા વાંકાનેર ના જિતેન્દ્રગીરી શિવગીરી ગોસ્વામી ને માથક ના મનદીપગીરી જયદીપગીરી તેમજ મોરબી પત્રકાર એસોસિએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી પત્રકાર અલ્પેશ ગોસ્વામી તેમજ ગોસ્વામી સમાજ ની વાડી માં તેમજ આ સન્માન સમારોહ માં સહયોગ આપનાર દાતા બિલ્ડર પરેશભાઈ પટેલ,ચંદ્રકાન્ત બેચરભાઈ દઢાણીયા,નરોતમગીરી શનાળા સહિત દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સન્માનિત શિક્ષક વાંકાનેર ના જીતેન્દ્રગીરી એ જણાવ્યું હતું કે તમારી દીકરી ને કરીયાવર માં રૂપિયા દાગીના કરતા તેને નાનપણ થી જ ખૂબ ભણાવી ગ્રેજ્યુએટ કરી સારા શિક્ષણ ની ભેટ આપો જેથી તે તેના પરિવાર ને બાળકો ને મદદરૂપ બની શકશે બાળકો ને મોબાઈલ ની ટેવ બંધ કરી સારા ધાર્મિક પુસ્તકો નું વાંચન કરાવો સમય નું પાલન કરો આજે ડીઝીટલ યુગ માં સમય ની સાથે ચાલવું જરૂરી છે આ સમારોહ ને સફળ બનાવવા સમાજ ના પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી કારોબારી સભ્યો એડવોકેટ નોટરી કમલેશભાઈ ગોસ્વામી એ જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કૈલાશગીરી ગોસાઈ (પીજીવીસીએલ) એ સફળતાપૂર્વક કર્યું હતું.

Back to top button
error: Content is protected !!