કાલોલ પોલીસ મથકે કોઝ-વે પરથી એકટીવા સાથે નદીમાં પડેલ મૃતક ના વાલી દ્વારા ફરિયાદ દાખલ કરાવવા અરજી

તારીખ ૦૨/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ના ગોળીબાર તરફ જતા કોઝવે ના તકલાદી કામ ને કારણે આ રોડ ધોવાઈ ગયો હતો અને લોકાર્પણ કરતા અગાઉ ઠેર ઠેર ખાડા પડી જવાથી મોટો મુદ્દો બની ગયો હતો ત્યારે શનિવારે આ કોઝવે પર થી એક્ટિવા લઈને નીકળેલ ૧૭ વર્ષીય મહંમદ શામી કંસારા નામનો કિશોર એક્ટિવા સાથે ગોમા નદી ના પાણીમાં પડી ગયેલ અને રાત્રે તેની લાશ મળી આવી હતી આ કોઝવે પર રેલીંગ ન હોવાને કારણે અને ચેતવણી રૂપ બોર્ડ નહી હોવાને કારણે તેમજ આવન જાવન નુ પ્રતિબંધિત કોઇ જાહેરનામુ બહાર પાડ્યા વિના ગંભીર બેદરકારી દાખવી પાલીકા દ્વારા આવો બનાવ બનવાની શક્યતાઓ હોવાની જાણ છતા પણ કોઇ રેલીંગ લગાવી નથી.આમ આવો બનાવ બનવાની શક્યતાઓ હોવાની જાણ છતા પણ કોઇ અસરકારક પગલા લેવાયા નથી તેમજ ભ્રષ્ટાચાર ની બીમારીમાં ડૂબેલ પાલીકા દ્વારા નિર્દોશ માણસનો જીવ જાય તેનાથી કોઇ ફરક પડતો નહી હોય તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ મથકે લેખીત અરજી આપી છે. અંતે એક કિશોર નો જીવ ગુમાવ્યા બાદ રવિવારે તંત્ર દ્વારા આ કોઝવે ઉપર બેરિકેટ મુકી જાહેર જનતા માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જો વહેલી તકે આ બેરીકેટ મુકવામા આવ્યુ હોત તો નિર્દોશ કિશોર નો જીવ બચી ગયો હોત તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે.






