MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને કાર્યકરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ

MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને કાર્યકરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મહામંત્રી પંક્જભાઈ આદ્રોજા દ્વારા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી શિસ્ત સમિતિને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવનાર ચંદ્રકાંતભાઈ વિરમગામા અને હિતુભા રાઠોડ મોરબી જીલ્લા ટીમના કાર્યકર્તા અવારનવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં હોય તેમજ, જીલ્લા ના હોદ્દેદારો સાથે આંતરિક વિખવાદ કરી પોતાનું અલગ સંગઠન કરતાં હોય તેવું જણાય આવેલ છે. જેમના કારણે જીલ્લા સંગઠન ના તમામ હોદ્દેદારો ને ખોટી રીતે હેરાન કરી મુશ્કેલી માં મૂકતાં હોય સાથે સાથે પોતાના હોદા નો દુરુપયોગી કરી આર્થિક વહીવટો પણ કરેલ હોય, જેમની બદનામી પક્ષ ને ભોગવવી પડેલ હોય,થોડા દિવસ પહેલા જીલ્લા કાર્યાલય પર હોદ્દેદારો ની યોજાયેલ મિટિંગ ની અંદર કાવતરા રૂપે તેમના મિત્રે ને દારૂ પીવડાવવી લાવેલ હોય તથા તેમણે જીલ્લા ના પ્રમુખ તથા જીલ્લા ના અન્ય હોદ્દેદારો સાથે માથાકૂટ કરી અભદ્ર અને અશિષ્ટ ભાષા નો ઉપયોગ કરેલ. અવારનવાર જીલ્લા સંગઠન ના નિયમોથી વિરૂદ્ધ માં કાર્ય કરતાં હોય સાથે સાથે તેમણે આપેલી કોઈપણ જાતની જવાબદારી માંથી યોગ્ય કામ કરેલ નથી તેમજ પોતે ટંકારા પડધરી વિધાનસભા ની ચુંટણી લડવાના છે તેવી વાહિયાત વાતો લોકો ને કરી ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરેલ હોય તેવી ફરિયાદો પણ જીલ્લા કાર્યાલયે અવાર નવાર મળેલ છે.
અનેક વખત તેમણે બેસાડી સમજાવેલ તેમજ ચેતવણી આપેલ તેમ છતાં તાજેતર માં જ મોરબી શહેર ભાજપ પ્રમુખ ની ઓફિસ પર પહોંચી અંગત મિટિંગ કરી આવનારી સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં આમ આદમી પાર્ટી ને કેવી રીતે નુકશાન પહોંચાડી શકાય તેવી પ્રવૃતિ કરેલ છે. જેથી પૂરા સંગઠન ને આ વ્યક્તિ ના કારણે બદનામી તથા નુકશાની થવાની આશંકા આ પ્રકાર નું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી જેથી આ બાબત ને ગંભીરતા થી લઈ તમામ હોદ્દેદારો ની સહમતી સાથે આ વ્યક્તિ ને ત્વરિત ધોરણે પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.








