કાલોલના મુસ્લીમ અગ્રણી મહેબૂબભાઇ કાદરી નું હૃદયરોગના હૂમલામાં અચાનક નિધનથી નગરમાં ઘેરો શોક
તારીખ ૨૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જીદના ટ્રસ્ટી અને વિવિધ કમેટીઓમા માન મોભાદાર વ્યક્તિ ધરાવતા મહેબૂબખાન પઠાણ ઉર્ફે મહેબૂબ કાદરી નું હૃદયરોગના હૂમલામાં શનિવારે નિધન થતાં કાલોલ ગામમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી સહનશીલ વૈચારીક અને વિરલ વ્યક્તિત્વની છાપ ઊભી કરી મુસ્લીમ સમાજમાં કુરીવાજો લઇ કેટલીક વખત સમાજના લોકો તેમની સાથે જીભાજોડી કરતા હોય ત્યારે પોતાની અનોખી કોઠાસૂઝ અને સહનશીલ વૈચારીક વાતો થકી સમજદારીથી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે હરહંમેશ અગ્રેસર રહેતા હતા જ્યારે સમાજને ખોટાં ખર્ચાઓ માંથી મુક્તિ મેળવવા માટે એક મોટું બીડું ઝડપી કાદરી સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન તેમના પ્રયાસોથી થકી શરૂ કર્યું હતું જ્યારે દસ વર્ષ સુધી મોટા મદ્રસાના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી સમાજના છોકરા છોકરીઓને દીનીદુનાવી એજ્યુકેશન માટે સિંહફાળો આપનાર મહેબૂબભાઇ કાદરી નું હૃદયરોગના હૂમલા થી શનિવારે અચાનક દુઃખદ અવસાન થતાં મુસ્લીમ સમાજમાં બેબાક છબી ધરાવતા અને પ્રતિભા સંપન્ન વ્યક્તિ સમાજે ગુમાવી દીધી છે. તેઓની અંતિમયાત્રા શનિવારે મોડી સાંજે કાઢતા મોટી સંખ્યામાં કાલોલ શહેર સહિત આજુબાજુ ગામના લોકોએ હાજરી આપીને અંતિમવિધિ કરાઇ હતી જ્યારે તેમની જીયારત ની તકરીર સોમવારે ૨૪મી માર્ચે સવારે આઠ વાગ્યે જુમ્મા મસ્જીદ ખાતે રાખવામાં આવી છે.