GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નાવરીયા ગામ પાસે વળાંકમાં ટ્રેલર ચાલકે બ્રેક મારતા બાઇક પર સવાર બે ઈસમો થયા ઇજાગ્રસ્ત.

 

તારીખ ૨૦/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

દિલીપકુમાર બળવંતસિંહ બારીયા તથા ભુપતભાઈ રવેસિહ બારીયા મોટર સાયકલ ઉપર મઘાસર મુકામે નોકરી ઉપર જવા માટે સોમવારે સવારે ૬:૦૦ કલાકે ઘરેથી નીકળ્યા હતા અને સવારે ૭:૩૦ કલાકે નાવરીયા ગામ પાસે રોડ ઉપર વળાંકમાં હીરો કંપનીના મેન રોડ ઉપર આગળ ચાલતા ટ્રેલર ચાલક દ્વારા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી અચાનક બ્રેક મારતા મોટરસાયકલ પર આવતા બંને ઈસમો રોડ ઉપર પડ્યા હતા અને તેઓને 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંને ને ડાબા પગે ઘુટનથી નીચેના ભાગે ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું અકસ્માત કરીને ટેલર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો સમગ્ર બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

Back to top button
error: Content is protected !!