MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે

 

જલારામ ધામ ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ

મોરબી : પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ ધામ ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદી નુ વિતરણ કરવા માં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૨૦૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગ માં પણ ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૬ બુધવાર મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવા સંસ્થા એ યાદી મા જણાવ્યુ છે.

મર્યાદીત જથ્થા માં જ ઉંધિયુ તેમજ બાસુંદી નું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે. શુધ્ધ ઘી ના ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક તથા વિવિધ પ્રકારની ચીકી સહીતની વસ્તુઓ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી.

Back to top button
error: Content is protected !!