GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં કાલોલની સીબી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન

 

તારીખ ૨૦/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કલામહોત્સવ અંતર્ગત તાલુકા /એસ. વી. એસ. કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન આર. એન્ડ. બી.સાર્વજનિક હાઇસ્કૂલ, ડેરોલગામ ખાતે તારીખ ૨૦/૦૯/૨૦૨૪રોજ કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધાઓમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની વિધ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૯ ની વિધ્યાર્થીની રાઠોડ ખુશી હિતેન્દ્રસિંહ એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો-૧૧ ની વિધ્યાર્થીની ખેર નિયતિ હરીશકુમાર એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સંગીત ગાયન સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધોરણ-૧૨ ની વિધ્યાર્થીની દેસાઇ સલોની જીગ્નેશકુમાર એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૯ ની વિધ્યાર્થીની ચૌહાણ માનસી રાજેશકુમાર એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિધ્યાર્થીનીઓને તથા માર્ગદર્શક શિક્ષકોને સમગ્ર શાળા પરિવાર અને શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!