MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જેતપર ખેડૂત આંદોલનને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનનું સમર્થન: ૫૧,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય




MORBI:મોરબી જેતપર ખેડૂત આંદોલનને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનનું સમર્થન: ૫૧,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય


મોરબી: ગુજરાત કિસાન ઉપવાસ છાવણી (જેતપર ગામ) ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા જાહેર સમર્થન આપવામાં આવ્યું છે. ફાઉન્ડેશનના સ્થાપક અને રાષ્ટ્રસેવા માટે હંમેશા તત્પર એવા અજયભાઈ લોરિયાએ ખેડૂતોના હક્ક, અધિકાર અને ન્યાયની લડતમાં પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.આ લડતને મજબૂત બનાવવા માટે અજયભાઈ લોરિયા તરફથી ૫૧,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી છે, જે ખેડૂત ભાઈઓની લડત માટે ખૂબ જ સરાહનીય પગલું છે.



