VALSADVALSAD CITY / TALUKO
વલસાડ:માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલા માર્ગોનું સમારકામ કામ હાથ ધરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ,તા.૦૮.વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગો બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ત્વરિત ધોરણે રસ્તાની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન રસ્તા બિસ્માર બનતા જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત તમામ વિભાગોને સૂચના આપતા વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા છ તાલુકામાં બિસ્માર બનેલા રસ્તાની પેચવર્ક કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના ૬ર રસ્તાની સપાટીને નુકસાન થયું હતું. જે પૈકી ૫૪ રસ્તાની મરામત કરી દેવામાં આવી છે. આ સિવાય બાકીના ૮ રસ્તાની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરાતા લોકોને હાલાકીમાંથી રાહત મળશે.





