GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસે રીક્ષા ચાલકો વિરૂધ્ધ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ યોજી 

MORBI:મોરબી પોલીસે રીક્ષા ચાલકો વિરૂધ્ધ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ યોજાઈ

 

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવેલ હોય જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા “સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં તા.૧૮/૧૨ ના રોજ બપોરના ૪ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એમ ત્રણ કલાક સુધી “રીક્ષા ચાલકો વિરૂધ્ધ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોના અગત્યના પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડેલ, ડ્રાઇવરની શીટ પાસે પેસેન્જર બેસાડવા, ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો સાથે ન હોય તેવા રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન રીક્ષા ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રીક્ષા ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Oplus_131072

સતત ત્રણ કલાક સુધી ચાલેલ આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૬૪૩ રીક્ષા ચેક કરવામાં આવી હતી. રીક્ષા ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવા વગરની કુલ-૪૪ રીક્ષાઓ તથા વધુ પેસેન્જર બેસાડેલ રીક્ષા કુલ-૩૧ એમ કુલ મળી કુલ ૭૫ રીક્ષાઓ એમ.વી.એકટ ૨૦૭ તથા એમ.વી.એક્ટ મુજબ કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવી હતી. આ સિવાય રીક્ષામાં ડ્રાઇવર પાસે પેસેન્જર બેસાડનાર કુલ ૩૯ ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી. રીક્ષામાં ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો/પરમીટ સાથે નહીં હોય તેવા કુલ ૭૫ ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા રીક્ષા ચાલકો પાસે કુલ રૂ.૬૭,૦૦૦/- માંડવાળા દંડ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત રીક્ષા ચાલકો વધુ ઝડપે ચલાવતા હોય તેવા કુલ ૮ રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮૧ મુજબ રજીસ્ટર કરવામાં આવેલ તેમજ અડચણરૂપ પાર્ક કરેલ કુલ ૧૦ રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!