AHAVADANGGUJARAT

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ..

*વાત્સલ્યમ સમાચાર*
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઇકો સેન્સિટિવ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અને અનુસુચિત – 5 હેઠળ નો વિસ્તાર છે. અને સરકાર દ્વારા વારંવાર આદિવાસી વિસ્તારોમાં નિતનવા પ્રોજેક્ટ લાવી આદિવાસી સમાજનું અસ્તિત્વ અને સંસ્કૃતિ જોખમમાં મૂકવાનું રીતસરનું કાવતરું કરવામાં આવે છે. જેથી આદિવાસી સમાજે વારંવાર આંદોલન કરવા મજબૂર થવુ પડે છે. કારણ કે આવા પ્રોજેક્ટોના કારણે ગરીબ આદિવાસી સમાજ પરિવાર વિહોણા, જમીન વિહોણા તેમજ તેમનું અસ્તિત્વ ને ખતમ કરવા માટે અને આદિવાસી સમાજને વધુ ગરીબ તેમજ મજૂર બનાવવા માટેનું આ ષડયંત્ર છે. અને આગામી વર્ષોમાં આવા પ્રોજેક્ટ ખુબ જ નુકશાન કારક છે. અને આવા પ્રોજેક્ટ લાવી ધનવાન પરિવારો માટેના હરવા ફરવા તેમજ ઔધોગિક એકમો માટે ધંધા માટે આ પ્રોજેકટ છે.આમાં આદિવાસીઓને કોઈપણ પ્રકારે ફાયદાકારક નથી. પરંતુ નુકશાનકારક છે. તો આવા પ્રોજેકટને તાત્કાલિક રદ કરવામાં આવે એવી આદિવાસી સમાજ તેમજ ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે.જો આ ઈકો સેન્સિટિવ ઝોન પ્રોજેકટ રદ કરવામાં નહીં આવે તો ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી સમાજ ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં ડાંગ કોંગ્રેસ એ જણાવ્યું હતું  કે,ઇકોલોજીકલી સેનસીટીવ એરીયા (ESA) જાહેર કરવાથી કેટલીક પરિસ્થિતિઓમાં આદિવાસી વિસ્તારમાં ગેરલાભ થઈ શકે છે, ખાસ કરીને સ્થાનિક લોકો અને આદિવાસી જન જીવન માટે, આદિવાસી પરંપરાગત પૂજા વિધિ માટે રોજગારી માટે, ખેતીવાડી અને પશુપાલન માટે,આજીવિકા માટે અને રોજ બરોજની પ્રવૃત્તિઓ માટે   વિકાસમાં અવરોધ,સ્થાનિક લોકો માટે રોજગારના અવસરોમાં ઘટાડો,જમીન અને સંપત્તિના મૂલ્યમાં ઘટાડો,સ્થાનિક સંબંધિતતા,આરોગ્ય અને વિકાસને અસર, વૈકલ્પિક વ્યવસાયની મર્યાદાઓ વગેરે ગેરલાભ થઈ શકે છે.જેથી  આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની રૂઢિ પરંપરા અને જલ, જંગલ અને જમીન સાથે આદિવાસી સંસ્કૃતિ,આદિવાસી અસ્તિત્વ બચાવવા ઇકો સેસિટીવ ઝોન રદ કરવા આદિવાસી સમાજ અને ડાંગ જિલ્લા કોંગ્રેસની માંગણી છે..

Back to top button
error: Content is protected !!