MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રોહિદાસપરામાં પ્રેમલગ્ન બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, બંને પક્ષે નોંધાવી ફરિયાદ

 

MORBI:મોરબી રોહિદાસપરામાં પ્રેમલગ્ન બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, બંને પક્ષે નોંધાવી ફરિયાદ

 

 

મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં પ્રેમલગ્નની અદાવત રાખીને બે પક્ષો વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ પક્ષ તરફથી રોહીદાસપરા ચોકમાં રહેતા અને મજૂરી કામ કરતા ૨૧ વર્ષીય ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમના માનીતા ફઈએ પ્રેમલગ્ન કર્યા હોય, જેઓ ભાવેશભાઈના ઘરે આવતા-જતા હતા. આ બાબત સામા પક્ષના લોકોને ગમતી ન હતી.

જ્યારે ભાવેશભાઈ, રમેશભાઈ સારેસા અને મંજુલાબેન સારેસા ઘરે હાજર હતા, ત્યારે આરોપીઓ ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેવાભાઈ લાલાભાઈ કાટીયા અને કેતનભાઈ નારણભાઈ કાટીયાએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આરોપી ગૌતમભાઈએ લોખંડના પાઈપ વડે ભાવેશભાઈને માથામાં ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ લાકડાના ધોકા, બેટ અને ઢીકાપાટુ વડે માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષેથી વીસીપરા રોહિદાસપરા ચોકમાં રહેતા ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના મોટાભાઈની દીકરીએ પ્રેમલગ્ન કર્યા છે અને તે તેના પતિ સાથે આરોપી રમેશભાઈના ઘરે આવતી-જતી હતી.

આ બાબતે ત્રિભુવનભાઈ, ગૌતમ, મહેન્દ્રભાઈ, દેહાભાઈ અને ચેતનભાઈ સાથે રાખીને રમેશભાઈના ઘરે સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન આરોપીઓ રમેશભાઈ અંબાલાલ સારેસા તથા ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ ઉશ્કેરાઈને ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામે મળેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!