GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે જિલ્લાની મુલાકાતે પધાર્યા
MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે જિલ્લાની મુલાકાતે પધાર્યા
ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર તણાયાની ઘટના બાબતે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી

સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે મોરબી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા મોરબી ખાતે સમીક્ષા માટે પહોંચ્યા હતા. મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર તણાય જતા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ. તથા ફાયર ટીમ દ્વારા લાપતા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સચિવશ્રીની જિલ્લા ખાતેની મુલાકાત દરમિયાન કલેકટરશ્રી કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






