GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ઝીકીયારી ઘોડાધ્રોઈ ડેમ ૮૦% ટકા ભરાઈ જતા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા
MORBI:મોરબી ઝીકીયારી ઘોડાધ્રોઈ ડેમ ૮૦% ટકા ભરાઈ જતા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા
મોરબી : મોરબી તાલુકાના ઘોડાધ્રોઈ ડેમ સતત પાણીની આવક ચાલુ છે. હાલ ડેમ 80 ટકાથી વધુ ભરાય ગયો છે. જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે.

જેથી હવે ડેમ પૂર્ણ ભરાતા/રુલ લેવલ જાળવવા ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. તેથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર ન કરવી તેમ સૂચના આપવામાં આવી છે. સાથે જ મોરબીના ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર (મચ્છુ), રાપર (માળિયા મિ.), સાપર, સુલતાનપુર, મનબા, ચીખલી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.





