MORBI:ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ મોરબી દ્વારા પાટીદાર સંસ્થાઓ નેં માતબર રકમનું દાન!

MORBI:ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ મોરબી દ્વારા પાટીદાર સંસ્થાઓ નેં માતબર રકમનું દાન!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરતી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા પાટીદાર સમાજની બે સંસ્થા નેં બે અલગ અલગ એકાવન લાખ એકાવન લાખનું રકમનું દાન કરવામાં આવ્યું છે. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે ઉમિયા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને જે નવરાત્રી દિવસોમાં એકત્રિત થયેલા રકમમાંથી સમાજ નાં કોઈ પણ વિકસિત કાર્યો માં વાપરે છે. ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા સમાજ ના આગેવાનોની હાજરીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી સલગ્ન પટેલ સમાજ વાડી, ઉમા સંસ્કાર ધામ લજાઈ (મોરબી) ને રૂપિયા એકાવન લાખનું અનુદાન આપ્યું છે તેમજ ઉમાં વિદ્યાર્થી ભુવન છાત્રાલય – અમદાવાદને રૂપિયા એકાવન લાખનું અનુદાન બીજી વિંગ માટે કરવામાં આવ્યું છે સમાજના આગેવાનો ની ઉપસ્થિતિ માં અર્પણ કરાયું હતું.












