GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી લઈને ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી

MORBI:મોરબી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી લઈને ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી

 

 

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને ૨૯/૦૫/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે ખેડૂતોને લેવાના તકેદારીનાં પગલા અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ઉપરાંત ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ. પી. એમ. સી. માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણઅધિકારી /તાલુકા અમલીકરણ અધિકારી /મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!