MORBl મોરબીના શનાળા રોડ ઉપર યુટીલીટી ગાડી ધડાકાભેર ડીવાઇડર ઉપર ચડી ગઈ અને સીસીટીવી કેમેરા નો પોલ ભાંગી નાખ્યો
MORBl મોરબીના શનાળા રોડ ઉપર યુટીલીટી ગાડી ધડાકાભેર ડીવાઇડર ઉપર ચડી ગઈ અને સીસીટીવી કેમેરા નો પોલ ભાંગી નાખ્યો
રીપોર્ટ શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી માં વહેલી સવારે નવા બસ સ્ટેન્ડ પાસે એક યુટીલીટી ધડાકાભેર સીસીટીવી કેમેરા ના પોલ સાથે અથડાતાં પોલ ભાંગી નેં ગાડી ઉપર પડયો હતો જોકે અવરજવર નહિવત હોય કોઈ જાનહાનિ થઇ નથી. પણ આ યુટિલિટી કાર ચાલક ને કાંતો જોલુ આવી ગયું હોય કે પછી નશો કરેલી હાલતમાં હતો? તે બાબતે ત્યાં એકત્ર થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી હતી.આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરનો શનાળા રોડ ટ્રાફિક થી ધમધમતો રોડ છે ત્યાં રોડ ક્રોસ કરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડે છે એવા આ રોડ ઉપર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક યુટીલીટી વારો ચાલક રોડ ખુલ્લો હોવાના કારણે ધુમ સ્ટાઈલ માં આવ્યો હતો અને નવા બસ સ્ટેન્ડમાં થી બહાર નીકળવાના નાકા પાસે ઊભા કરવામાં આવેલા સીસીટીવી કેમેરા ના પોલ સાથે ડિવાઈડર ઉપર ચડીને ધડાકાભેર અથડાઈ હતી જોકે રોડ પર કોઈ અવરજવર ન હોય એટલે કોઈ જાનહાનિ થઈ નથી પણ સીસીટીવી કેમેરાના પોલમાં સારું એવું નુકસાન થયું છે.