GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે 

 

MORBI મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે

ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની વિપુલ આવકના પગલે મોરબીના મચ્છુ-૩ ડેમના પાણીના જથ્થામાં સતત વધારો થઈ રહ્યો છે. જળસપાટીને નિયંત્રિત કરવા માટે આજે બપોરે ૨:૦૦ વાગ્યે ડેમમાંથી પાણી છોડવાના પ્રમાણમાં વધારો કરીને ૭ દરવાજા ૬.૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

દરવાજા ખોલાતાં જ ડેમમાંથી ૩૮,૦૮૩ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનો મોટો જથ્થો નદીમાં વહી રહ્યો હોવાથી મચ્છુ-૩ ડેમના હેઠવાસમાં આવતા તમામ ગામો અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને નદીપટમાં ન જવા તથા સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

સાવચેત રહેવા તંત્રની અપીલ:નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું છે.નદીપટમાં પશુઓને ન લઈ જવા અને કોઈએ પણ સાહસ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.સ્થિતિ પર મોનિટરિંગ રાખવા માટે ફ્લડ કંટ્રોલ રૂમ અને સંબંધિત અધિકારીઓ કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!