MORBI:મોરબી જિલ્લામાં મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
MORBI:મોરબી જિલ્લામાં મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં વિવિધ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પડાયું
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા /મધ્ય સત્ર /સામાન્ય ચૂંટણી – ૨૦૨૫ અન્વયે આગામી ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરી કરવામાં આવનાર છે.
મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની મતગણતરી ગ્રાઉન્ડ ફ્લોર, જમણી સાઈડ રૂમ નંબર ૧ અને ૨ તથા ડાબી સાઇડ પ્રાર્થનાખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ શ્રી રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલના પ્રથમ માળ સભાખંડ ખાતે તથા હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવનાર છે.
આ મતગણતરી કેન્દ્રો ખાતે તારીખ ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી, IAS દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં વિવિધ કૃત્ય પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અમલમાં મૂકવામાં આવ્યું છે.
૧. આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈશ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
૨. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં.
૩ . કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ સહિતના પ્રીમાઇસીસમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
૪. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.
૫. મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.
૬. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.
આ જાહેરનામાના મુદ્દા નંબર ૨, ૩ અને ૬ અંગે મતગણતરી તેમજ મત ગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી /કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ એસઆરપી હોમગાર્ડના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.