MORBI:મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્ર ની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો
MORBI:મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્ર ની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો
(મોહસીન શેખ દ્વારા મોરબી)
હર સાલ મુજબ આ સાલ પણ મુસ્લિમ બિરાદરો એ ઈદ ઉલ અદાહાની બહુજ શાનો શોકતથી ઉજવણી કરી હતી આ બાબતે વાત કરીએ તો આજે તારીખ ૩૧/૦૩/૨૦૨૫/ ને સોમવાર ના રોજ ઈદ ઉલ ફીત્ર નિમિત્તે મોરબીની બારે બાર મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરો એ ઈદની નમાઝ અદા કરી હતી અને તમામ બારેબાર મસ્જિદોમાં નમાઝ પડવા માટે અલગ અલગ ટાઈમ રાખ્યા હતા જેમાં જે ભાઈઓ ઓને ટાઈમ મળ્યો એ મુજબ પોતપોતાના લતાઓની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાઆલની બારગાહે મુકદસમાં પોતાના ઈમાનનું સબૂત પેસ કર્યું હતું સાથે સાથે મોરબીની જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુ ની સર પરસ્તીમાં શાનદાર ઝુલાસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક નેહેરૂગેઇટ સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહે પહોંચ્યું હતું જેમાં શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઈદ ઉલ ફીત્ર ની નમાઝ અદા કરાવી હતી જેમાં મોરબી શહેર અને આજુબાજુ ના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદારોએ ઈદગાહે નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર આપણા ભારત દેશમાં અમન ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગામાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ત્યારબાદ ઈદગાહે થી જુલાસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જીદે સમાપન થયું હતું આ જુલાસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી. જુલસ દરમ્યાન કોઈ પણ અનિછીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને કામયાબ બનાવ્યો હતો