GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે AAP દ્વારા સુરેન્દ્રનગરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની વિજય સંદેશ યાત્રામાં ભાગ લીધો

તા.07/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની વિજય સંદેશ યાત્રામાં ભાગ લીધો

વિસાવદરનો સ્પષ્ટ સંદેશ – એકજૂટ થાઓ, ભાજપને હરાવો – ગોપાલ ઇટાલીયા

વિસાવદરની જીતની ઉજવણી માટે આજે સુરેન્દ્રનગરમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડીને જે સંદેશો આપ્યો છે તે સંદેશાને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ વિજય સંદેશ યાત્રાની શરૂઆત થઈ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર ખાતે વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજય સંદેશ યાત્રામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરામાં હાજર રહ્યા હતા આ વિજય સંદેશ યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના અને સ્થાનિક પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના ખેડૂતો, વેપારીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને સુરેન્દ્રનગરના લોકો પણ હવે આમ આદમી પાર્ટીને 2027ની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તૈયાર છે આ વિજય સંદેશ યાત્રામાં સુરેન્દ્રનગરની જનતા સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદરની જીત બાદ ફક્ત એક વિધાનસભામાં નહીં પરંતુ ગુજરાતની તમામ 182 વિધાનસભામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વિસાવદરની જનતાએ સાબિત કરી આપ્યું કે જો જનતા ધારે તો ભાજપને હરાવી શકાય છે અને એક સારું શાસન લાવી શકાય છે આમ આદમી પાર્ટી 2022માં 40 લાખ વોટ લઈને આવી ત્યારબાદ ગુજરાતનો એક પણ એવો તાલુકો કે જિલ્લો નથી જ્યાં આમ આદમી પાર્ટી જનતા માટે લડતી ન હોય સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સિંચાઈનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, ખેડૂતો જીવશે તો વેપારીઓ જીવશે, ખેડૂતો જીવશે તો ખેતમજૂરો જીવશે અને ખેડૂતો જીવશે તો માલધારીઓ જીવશે ખેડૂતોને સિંચાઈનું પાણી અપાવવા માટે આપણે લડત લડીશું પછી ભલે ગોળી ખાવી પડે તો ગોળી પણ ખાવા માટે તૈયાર છીએ હું સુરેન્દ્રનગર સહિત તમામ ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે આપ તમામ પોતાની જાતિ અને જ્ઞાતિને ભૂલી જાઓ અને એક થઈને લડવું પડશે જાતિ જ્ઞાતિની જગ્યાએ હવે આપણે ખેડૂત સમાજ, વેપારી સમાજ, શ્રમિક સમાજ, માલધારી સમાજ એ રીતે પોતાની ઓળખ બનાવવી પડશે અને એક થઈને લડવું પડશે આજે મને સુરેન્દ્રનગરની પરિસ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થાય છે 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને 30 વર્ષ ભાજપે શાસન કર્યું તોય પણ આજે સુરેન્દ્રનગરની અને સમગ્ર ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ છે પરંતુ જો આપણે ગુજરાતના સાત કરોડ લોકો એક થઈ જઈએ તો આ તમામ પરિસ્થિતિઓને ફક્ત પાંચ વર્ષમાં બદલી શકીએ તેમ છીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પોતાની બે-બે સરકારી નોકરીઓ છોડીને જનતા માટે લડવા માટે આવ્યા છે તો હવે ગુજરાતના બાકી તમામ યુવાનોએ પણ આ રીતે જ ગુજરાત માટે આગળ આવવું પડશે અને રાજનીતિમાં સક્રિય ભાગ ભજવવો પડશે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે અને ભાજપ અને કોંગ્રેસની જેમ કોઈપણ પ્રકારનો ભાઈ-ભત્રીજા વાદ ચાલતો નથી માટે હું યુવાનોને આવાહન કરું છું કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને ગુજરાતમાં જાતે પોતાના હાથે પરિવર્તન લાવો ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરેન્દ્રનગરની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે આયોજન વિજય સંદેશ યાત્રામાં જોડાયેલ તમામ સુરેન્દ્રનગરના નાગરિકોનું સ્વાગત કરું છું અને તમામનો આભાર વ્યક્ત કરું છું સામાન્ય રીતે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ રાત્રે ઉજવણી બંધ થઈ જતી હોય છે અથવા તો વધુમાં વધુ બીજા દિવસે અમુક લોકો ઉજવણી કરતા હોય છે પરંતુ મારા 35 વર્ષની ઉંમરમાં પહેલી વખત જોઈ રહ્યો છું કે વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી ત્યારબાદ 15 દિવસ થવા આવ્યા તેમ છતાં પણ હજુ ગુજરાતના નાગરિકો, ખેડૂતો, યુવાનો આ જીતની ઉજવણી કરી રહ્યા છે. આના પરથી સાબિત થાય છે કે વિસાવદરની ચૂંટણીએ કેટલું મહત્વપૂર્ણ પરિણામ આપ્યું છે અને આ ચૂંટણી ગુજરાતની રાજનીતિને બદલવાવાળી ચૂંટણી સાબિત થશે. આજથી ફક્ત દસ વર્ષ પહેલાની વાત યાદ કરું તો હું પણ એક સામાન્ય કોન્સ્ટેબલની નોકરી કરતો હતો પરંતુ મેં પણ વિચાર કર્યો કે જનતા માટે અવાજ ઉઠાવવા માટે હું પણ રાજનીતિમાં જઈશ પછી ભલે ત્યાં પોલીસના ડંડા ખાવા પડે, જેલમાં જવું પડે, અપમાન સહન કરવું પડે, વિરોધીઓની ગાળો ખાવી પડે, ગમે તેવી ટીકા સહન કરીશ પરંતુ સંઘર્ષના રસ્તામાં આગળ વધીશ અને ક્યારેય પણ પાછી પાની કરીશ નહીં અને ત્યારબાદ મેં મહેનત કરી માટે ગુજરાતની જનતાએ મને આટલી મોટી તક આપીને ધારાસભ્ય બનાવ્યો વિસાવદરની જનતાએ અને ખાસ કરીને ખેડૂતોએ, માલધારીઓએ અને રત્ન કલાકારોએ સમગ્ર ગુજરાતને એક સંદેશો આપ્યો છે અને એ સંદેશો આખા ગુજરાતમાં પહોંચાડવા માટે આજે અમે આ વિજય સંદેશ રેલીનું આયોજન કર્યું છે વિસાવદરના લોકોએ ત્રણ સંદેશો આપ્યા છે એમાંથી પહેલો સંદેશ છે કે ભાજપ જેવી ભ્રષ્ટ પાર્ટીને હરાવવી જ જોઈએ અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ જીતવી જોઈએ નહીં. ભાજપ પાર્ટી ગુજરાતને ચલાવવા માટે લાયક પાર્ટી નથી. વિસાવદરના લોકોએ બીજો સંદેશો આપ્યો કે ભાજપ ગમે તેટલી મોટી પાર્ટી હોય પરંતુ તેને હરાવી શકાય છે. અગાઉ લોકો વિચારતા હતા કે ભાજપને હરાવવી અશક્ય છે પરંતુ વિસાવદરની જનતાએ સાબિત કરી આપ્યું કે જો જનતા એક થઈ જાય તો ભાજપને હરાવી શક્ય છે. વિસાવદરની ચૂંટણીમાં ભાજપે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેશનના વોર્ડના સભ્યો, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોને મેદાને ઉતાર્યા અને આટલા લોકો કાફી ન હતા એટલા માટે બુટલેગરો, જમીન માફિયાઓ અને બળાત્કારીઓને પણ ભાજપે પ્રચાર માટે ઉતાર્યા. ત્યારે વિસાવદરની જનતાએ ત્રીજો સંદેશો આપ્યો કે ભલે ગમે તેટલા લોકો મેદાને ઉતરે અને ગમે તેવી શક્તિઓ મેદાને ઉતરે પરંતુ જો જનતા એક જૂથ થઈ જાય છે તો આવી તમામ શક્તિઓને અને તમામ નેતાઓને હરાવી શકાય છે અને જનતા માટે અવાજ ઉઠાવનાર નેતાની જીતાડી શકાય છે. વિસાવદરની જનતાએ એ પણ સંદેશો આપ્યો કે ગુજરાતની જનતાએ બોલવું પડશે કારણ કે આટલા અત્યાચાર બાદ પણ જો મૂંગા રહીશું તો વધુ અત્યાચાર સહન કરવો પડશે માટે બોલવું પડશે અને તાકાતથી બોલો અને એક થઈને અવાજ ઉઠાવો. ભાજપના લોકો સવાલ કરી રહ્યા છે કે એક ચૂંટણી જીત્યા બાદ આટલી બધી ઉજવણી શા માટે કરી રહ્યા છો તો હું એમને કહેવા માગું છું કે હું એકલો ફક્ત એક ઉમેદવારની સામે જીત્યો હોત તો કદાચ આટલી ઉજવણી ન કહી હોત પરંતુ હું એક ઉમેદવાર સામે 400 ભાજપના નેતાઓને હરાવીને ચૂંટણી જીત્યો છું એ બાબતની ઉજવણી ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!