
જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગની ટીમ દ્વારા ૬ જેટલા રોડ રસ્તા ઉપર ડામર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના ૬ જેટલા રોડ રસ્તામાં ડામર પેચ વર્કનું કામ હાલમાં વરસાદી વાતાવરણમાં વરાપ રહેતા યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતુ. જેમાં ભેંસાણ મોટા કોટડા રોડ, અગતરાય– આખાટીકર- માણાવદર રોડ, ભોજદે એપ્રોચ રોડ, જૂનાગઢ ખામધ્રોળ- મજેવડી માખિયાળા રોડ, મજેવડી રોડ સહિતના રસ્તાઓમાં રોડ પર ડામર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





