GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી CAPEXILમાં સિરામિક પેનલના ચેરમેન તરીકે નિલેશભાઈ જેતપરીયા બિનહરીફ ચૂંટાયા

MORBI:મોરબી CAPEXILમાં સિરામિક પેનલના ચેરમેન તરીકે નિલેશભાઈ જેતપરીયા બિનહરીફ ચૂંટાયા
(રીપોર્ટ મોહસીન શેખ દ્રારા મોરબી) મોરબી અને સમગ્ર ગુજરાત માટે ગર્વનો ક્ષણ—મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના CAPEXIL માં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે ગુજરાતમાંથી પ્રથમ વખત બિનહરીફ પસંદગી થવા પામી છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતાં જણાવ્યું કે—“આ પ્રતિષ્ઠિત જવાબદારી મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. નિલેશભાઈનું નેતૃત્વ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.”નિલેશભાઈની આ સિદ્ધિએ માત્ર મોરબી નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ ઉજ્જવળ કર્યું છે.







