BHARUCHGUJARATNETRANG

નેત્રંગ પંથકમા સાંબેલાધાર વરસાદ. * માત્ર બે કલાકના સમય ગાળામા સાડા પાંચ ઇંચ વરસાદ 

બ્રિજેશકુમાર પટેલ,

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.

 

નેત્રંગ નગર સહિત પંથક ભરમાં ૧૪મી ના રોજ રાત્રિથી જ ગાજવીજ સાથે મેધરાજાએ શાહી સવારી લાવી આગમન કરી દીધુ હતુ.જયારે તા.૧૫મી રોજ વહેલી સવારથી ધીમી ધરાએ વરસાદ વરસી રહયો હતો.જેને લઈ ને સવાર ના છ થી આઠ વાગ્યા ના સમયમા માત્ર નવ એમ.એમ.વરસાદ નોંધાયો હતો, ત્યાર બાદ મેધરાજાએ સાંબેલાધાર તોફાની બેટિંગ શરુ કરતા સવારના આઠ થી દસ વાગ્યા ના સમય ગાળા દરમિયાન ૧૩૩ એમ.એમ.( સડા પાંચ ઇચ ) વરસાદ વરસી પડતા પંથક ભરમાં જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી.નેત્રંગ ટાઉનના જીનબજાર,ગાંધીબજાર અને જુની નેત્રંગ અને ગામે-ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીનો સામાન-જીવનજરૂરીયાતની ચીજવસ્તુને ભારે નુકસાન પહોંચ્યું હતું.નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી,ટોકરી,મધુવંતી,કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદીકાંઠાના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.

 

નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા ઉપર આવેલ યાલ ગામ પાસે કરજણ નદી ઉપર આવેલ પુલ તુટી પડતા વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો,અને વાહનચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સુચના આપવામાં આવી હતી.નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહનવ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો.કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે નેત્રંગ મામલતદાર કોકણી તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ અને પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર આર ગોહિલ તેમજ સ્ટાફ ખડેપગે ફરજ ઉપર તૈનાત જોવામા આવ્યા હતા.

 

* બોક્સ :- બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો

 

નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એકસાથે ૩ મીટર જેટલો ધરખમ વધારો થયો છે.હાલમાં બલડેવા ૧૩૯.૮૦ મીટર,પીંગોટ ૧૩૬.૪૦ અને ધોલી ૧૩૪.૩૦ મીટર પાણીની સપાટી છે.આવનાર ટુંક સમય ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની પુરેપુરી શક્યતાઓ જણાઇ રહી છે.

 

* બોક્સ :- મોરીયાણા ગામે યુવાન જીવ બચાવવા તાડના વૃક્ષ ઉપર ચઢી ગયો

 

નેત્રંગ મોરીયાણા ગામમા નવીવસાહત વિસ્તાર મા રહેતો જયેશભાઇ કનુભાઈ વસાવા સવારના સમયે અમરાવતી નદીના કિનારે આવેલ ખેતરમા કામ માટે ગયો હતો.એકાએક નદીમાં ઘોડાપુર આવતા પોતાનો જીવ બચાવવા માટે તાડના વૃક્ષ ઉપર ચઢી ગયા હતા.બનાવની જાણ ગ્રામજનોને તથા તલાટી સરપંચ ને થતા સદર યુવકને બચાવવા માટે નેત્રંગ મામલતદાર રિતેશ કોકણીનો સંપર્ક કરાતા આપદા મિત્રો સાથે ધટના સ્થળ પહોંચી અન્ય ગામજનોના સહકારથી રેસ્ક્યુ કરીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નેત્રંગ નગરના નવીવસાહત વિસ્તાર મા પાણી ભરાતા લોકોમા ભય ફેલાઇ જવા પામ્યો હતો.

જ્યારે આ વિસ્તાર માંથી પાણીનો પ્રવાહ બેફામ વહી રહ્યો હતો તેમા ઇગલીંશ દારૂના કોટરીયા તણાઇ આવતા તે લેવા માટે લોકો પાણીના પ્રવાહમા ઉતરી જીવનના જોખમે પકડી રહ્યા હતા.

આ લખાઇ રહ્યુ છે ત્યારે મેધરાજાએ વિરામ લીધો છે. સવાર ના છ વાગ્યા થી લઇ ને સાંજના ચાર વાગ્યા સુધીમા ૧૮૮ એમ.એમ. ( પોણા આઠ ઇચ ) ની સાથે તા.૧૫-૦૭-૨૪ ના રોજ સાંજ ચાર વાગ્યા સુધીમા મોસમનો કુલ વરસાદ ૬૫૨ એમ.એમ.( સાતવીસ ઇચ ) નોંધાયો ચુકીયો છે.

 

Back to top button
error: Content is protected !!