કાલોલ કાછીયા સમાજની વાડી ખાતે શહીદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પમાં ૬૨ યુનિટ બ્લડ એકત્ર કરાયુ
તારીખ ૨૪/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શિક્ષાપત્રી લેખનના દ્વિ શતાબ્દી વર્ષના ઉપક્રમે તથા શહીદ દિવસ નિમિત્તે પૂ . ઘ.ઘુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજની પ્રેરણા થી કાલોલ કાછીયાવાડ યુવક મંડળ તેમજ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કાછીયા પટેલ સમાજની વાડી ખાતે આજરોજ રવિવારે નવ કલાકે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂ. શ્રી કેવલ સ્વરૂપ સ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. કુલ મળીને ૬૨ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતુ.કાલોલ નગરપાલિકાના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા ઉપપ્રમુખ ગૌરાગભાઈ દરજી કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ અને દંડક ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ ગોપાલભાઈ પંચાલ લઘુમતી મોરચાના પ્રમુખ ઈકબાલશા દિવાન અને રેડ ક્રોસ સોસાયટીના સતિષભાઈ શાહ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજી દ્વારા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સહિત કાઉન્સિલરો નું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ.