MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સબ જેલમાં પરસોત્તમ માસ નિમિત્તે કેદીઓને ઠંડી મસાલા છાસનું વિતરણ કરાયું

 

MORBI:મોરબી સબ જેલમાં પરસોત્તમ માસ નિમિત્તે કેદીઓને ઠંડી મસાલા છાસનું વિતરણ કરાયું

પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે મોરબીમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યોની સરવાણી વહી રહી છે. તે અંતર્ગત મોરબીની જાણીતી સામાજિક સંસ્થા ‘માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા’ દ્વારા એક પ્રશંસનીય સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા મોરબી સબ જેલના આશરે 400 જેટલા બંધુઓને ગરમીમાં રાહત આપવા માટે ઠંડી મસાલા છાસ પીવડાવવામાં આવી હતી.

 

જેલમાં બંધ કેદીઓમાં પણ માનવતાનો સંચાર થાય અને પવિત્ર માસની પુણ્યશાળી ઊર્જા તેમના સુધી પહોંચે તેવા હેતુ સાથે આ સેવાનું આયોજન કરાયું હતું.

 

આ સેવા કાર્યને સફળ બનાવવા માટે મોરબીના અગ્રણી દાતાઓ તરફથી આર્થિક અને ભૌતિક સહયોગ સાંપડ્યો હતો. જેમાં:અલ્પાબેન અજયભાઈ કક્કડ ,જગદીશભાઈ પટેલ,રીટાબેન દેત્રોજા આ તમામ દાતાઓના વિશેષ સહયોગથી જેલના તમામ આશરે 400 જેટલા લોકોને તૃપ્ત કરવામાં આવ્યા હતા.

માનવ સેવા એ જ પ્રભુ સેવા: સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, પરસોત્તમ માસમાં જેલના બંધુઓ સુધી પણ આવી પવિત્ર સેવાઓ પહોંચાડવી એ અમારું કર્તવ્ય છે. ગરમીના માહોલમાં મસાલા છાસ પીવડાવીને આ અનોખી ભક્તિ અદા કરવામાં આવી છે.

આ ભગીરથ કાર્ય બદલ જેલ પ્રશાસન અને સ્થાનિક લોકોએ ‘માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા’ તેમજ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!