ધંધુકા ભડીયાદ હજરત મહેમુદ શાહ બુખારી ના ઉરસ મુબારક પ્રસંગે મોરબી થી ભડીયાદ પદયાત્રીઓ ની તડા માર તૈયારીઓ શરૂ
મોરબીમાં થી ધંધુકા ભડીયાદ ના મશહૂર ઓલિયા હજરત મહેમુદ શાહ બુખારી ના ઉરસ મુબારક પ્રસંગે આસ્થાભેર શ્રદ્ધાળુ હિંદુ મુસ્લિમ સમાજના પદયાત્રીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મુસ્લિમ ચાંદ ત્રણ રજબ મહિનામાં મોરબી અહીં આવેલા ગ્રીન ચોક પાસે આવેલ દાદા બુખારીના છેલ્લા મુબારક થી પદયાત્રીઓ હંગામી તારીખ 25/ અથવા 26 1 2023 મુસ્લિમ ચાંદ રજબ ત્રણ સવારે રાબેતા મુજબ પદયાત્રીઓનું મેદીની જુલુસ શરીફ સવારે 9 વાગ્યે ગ્રીન ચોક નજીક દાદા બુખારીના છેલ્લા મુબારક થી શરૂ થશે અને રાબેતા મુજબ ના રૂટ મોરબીના નીરુ ગેટ જુના બસ સ્ટેન્ડ સહિત નટરાજ ફાટક માળિયા ફાટક થઈ ક્રાંતિનગર નજીક આવેલ હઝરત ચંગલ શાહ પીર ની દરગાહ શરીફ થઈ ચરાડવા હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા ભડીયાદ મેદની ના પદયાત્રીઓ પગ પાળે જઈ હજરત મહેમુદ શાહ બુખારી ધુમ દાદા ધુમ બુખારી ના ઉરસ મુબારક ની ઉજવણી માં જોડાશે તેમ જેન્યુન ફાઉન્ડેશનના સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ મકરાણી( બ્લોચ) એ એક યાદીમાં જણાવ્યું છે